


વાંકાનેર તાલુકાના દલડી ગામમાં અગાઉ થયેલ બોલાચાલીને પગલે ડાંડર વાઢવાની ના કહેતા બે ઇસમોએ ખેડૂતને સાંજ નહિ પડવા દઉં કહીને ધમકી આપી જતા રહ્યા બાદમાં ગામમાં પરત આવતા ફરિયાદીને લાકડી વડે માર મારી માથામાં ઈજા કરી ગાળો આપી હતી
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતા ગોરધનભાઈ માવજીભાઈ સાપરા (ઉ.વ.૫૫) વાળાએ આરોપીઓ ગોપાલ પેથાભાઈ જોગરાણા અને ભુરાભાઈ ભવાનભાઈ જોગરાણા રહે બંને કાછીયાગાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ગોપાલ અને તેની બહેન ફરિયાદી ગોરધનભાઈની જમીનમાં વાવેલ બાજરીના ડાંડર વાઢવા જતા હતા ત્યારે ગોરધનભાઈએ અગાઉ થયેલ બોલાચાલીને કારણે ડાંડર વાઢવાની ના પાડી હતી જે સારું નહિ લાગતા ગોપાલભાઈએ સાંજ નહિ પડવા દઉં કહીને ધમકી આપી જતો રહ્યો હતો
બાદમાં ફરિયાદી ગોરધનભાઈ દલડી ગામે ખેતીકામ સબબ ગયા અને પરત આવતા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક આરોપી ગોપાલે અન્ય આરોપી ભુરાભાઈને બોલાવ્યો હતો અને બંને ઇસમોએ લાકડી વડે માર મારી શરીરે અને માથામાં ઈજા પહોન્કાહ્ડી ગાળો આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે




