મોરબી-વાંકાનેર હાઈવે પર એકટીવાને ટક્કર મારી સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ ઈસમો ૮ લાખ લૂંટી ગયા

મની ટ્રાન્સફર કામગીરી કરતા યુવક પર છરી વડે હુમલો કરી આઠ લાખની લૂંટ મોરબી પોલીસે જીલ્લામાં નાકાબંધી કરી લૂટારૂઓને ઝડપી લેવા કવાયત

 

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જેવું કશું રહ્યું નથી છાશવારે લૂંટ, ચોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓ બનતા રહે છે આજે મોરબી વાંકાનેર હાઈવે પર ધોળે દિવસે મની ટ્રાન્સફર કામ કરતા યુવકના એકટીવાને ટક્કર મારી સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ ઇસમોએ હુમલો કરી આઠ લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા

માણેકવાડા ગામના રહેવાસી ફારૂકભાઈ સુમરા નામના યુવાન મની ટ્રાન્સફર કામ કરતા હોય અને આઠ લાખની રોકડ રકમ સાથે એકટીવા લઈને સરતાનપર રોડ પર લોનીક્સ સિરામિક પાસેથી બપોરે પસાર થતો હોય ત્યારે સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ ઇસમોએ એકટીવાને ટક્કર મારી હતી અને કારમાં આવેલ ત્રણ ઈસમોએ છરી વડે હુમલો કરી યુવાન પાસે રહેલ ૮ લાખ રોકડ ભરેલો થેલો લૂંટી નાસી ગયા હતા

બનાવને પગલે ઈજાગ્રસ્ત યુવક ફારૂક સુમરાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પોલીસે ઈજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરી લૂંટારૂઓ અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરુ કરી છે અને જીલ્લામાં પોલીસે નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે જોકે લૂંટની ઘટનાએ મોરબી પોલીસની રહીસહી આબરૂ પણ લુંટી લીધી છે અને કાયદો વ્યવસ્થા સ્થિતિની ઉજાગર કરી દીધી છે

Leave A Reply

Your email address will not be published.