હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી ૨૮૦ મણ જીરૂની ચોરી

            ચરાડવા ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી અજાણ્યા ચોર ઇસમોએ ૨૮૦ મણ જીરૂની ચોરી કરી ગયા છે હળવદ પોલીસે રૂ ૧૦.૬૪ લાખના જીરૂની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

            હળવદના ચરાડવા ગામે રહેતા ઘનશ્યામસિંહ દેવુભાઇ પઢીયાર (ઉ.વ.૫૭) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના સવારના ૧૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે અજાણ્યા ચોર ઇસમોએ ચરાડવા ગામની સીમમાં આવેલ ભવાની ઓઈલ મિલ ગોડાઉનમાં જીરૂના બાચકા ભરેલા હોય જ્યાંથી ૧૦૨ બાચકા જીરૂ કુલ ૨૮૦ મણ કીમત રૂ ૧૦,૬૪,૦૦૦ ચોરી કરી કોઈ વાહનમાં ભરી લઇ ગયા છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

  

Leave A Reply

Your email address will not be published.