જેતપુર-નવાગઢ રોડ પર જાહેરમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ

 

જેતપુર શહેરના જેતપુર-નવાગઢ રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે ૨૪૫૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

જેતપુર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપુર-નવાગઢ રોડ પર લોહાણા મહાજન વાડી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે હારજીત જુગાર રમતા સુનીલ છગન મકવાણા, સંજય રતિભાઈ વેકરીયા અને પરેશ હરજીભાઈ બાવળિયા રહે ત્રણેય જેતપુર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૪૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.