

મોરબી સાર્થક વિદ્યામંદિર અને સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે શનિવારે સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમીનાર યોજાયો હતો જે સેમીનારમાં બહોળી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહીને પેરેન્ટિંગ અંગે મહત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું
સેમીનારમાં ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્નનું મહત્વ, તેમજ પ્રાણમય કોશના વિકાસ માટે નિયમો તેમજ સહનશીલતા અને સ્વાવલંબન બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે શીખવવા તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી
વૈદિક પેરેન્ટિંગના 100 સૂત્ર છે, જે મનોવિજ્ઞાન આધારે લખાયેલા છે, તે માતા પિતા એ સમજવા ખૂબ જરૂરી છે, તે વાતની અનુભૂતિ થઈ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી થઈ અંતમાં કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય આપવામાં આવ્યું હતું






