રાજકોટમાં લુખ્ખાઓ બેફામ, મફતમાં પાણીપુરી આપવાની ના પાડતા છરી ઝીકી, લારીમાં તોડફોડ કરી

 

રાજકોટ શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વો બેફામ બની ગયા છે પોલીસની કોઈ ધાક રહી ના હોય તેમ અસામાજિક તત્વો અવારનવાર કાયદાની સ્થિતિના લીરેલીરા ઉડાવતા જોવા મળે છે ત્યારે રાજકોટના જુના મોરબી રોડ રાજ વે બ્રીજ પાસે પાણીપુરી લારી વાળા પાસે પૈસા વગર પાણીપુરી માંગતા ના પાડી હોય જેથી બે ઇસમોએ ઉશ્કેરાઈ જઈને છરી ઝીકી દઈને લારીમાં તોડફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ ભગવતીપરામાં રહેતા મૂળચંદસિંહ અંગતસિંહ કુશવાહ (ઉ.વ.૩૨) આરોપી સાજન પરમાર અને દીપક ઉર્ફે કુચો રહે બંને રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું ચેક એ ફરિયાદી મૂળચંદસિંહ કુશવાહ પોતાની પાણીપુરી લારી લઈને ફરતા હોય ત્યારે જુનો મોરબી રોડ રાજ વે બ્રીજ પાસે આરોપી સાજન પરમારે પાણીપુરી બનાવવા કહ્યું જેથી મૂળચંદસિંહે કહ્યું કે તમે લોકો હજી થોડી વાર પહેલા જ પૈસા વગર પાણીપુરી ખાઈ ગયા છો

 

જેથી ફરી વાર પૈસા વગર પાણીપુરી નહિ ખવડાવું કહેતા આરોપી સાજન પરમારે ઉશ્કેરાઈ જઈને ઢીકા પાટું મારવા લાગ્યો અને રેકડીમાં તોડફોડ કરવા લાગ્યો હતો અને આરોપી દીપક ઉર્ફે કુચો નામના ઇસમેં ફરિયાદીને ગુદાના ભાગે જમણી બાજુ છરી મારી દીધી અને ઢીકા પાટું મારી ઈજા કરી રેકડીમાં નુકશાન કર્યું હતું રાજકોટ બી ડીવીઝન પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.