બગથળાના ઠોરિયા પરિવારે સેવા કાર્ય થકી પુત્ર હિયાનનો જન્મદિવસ ઉજવ્યો

 

બગથળાના પ્રોફેસર ઉમેશ હેમુભાઈ ઠોરિયા અને રીનાબેન ઠોરિયાએ પોતાના પુત્ર હિયાનના જન્મદિવસ નિમિત્તે મોરબી સ્થિત મધર ટેરેસા આશ્રમ ખાતે બાળકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

ઠોરિયા પરિવારનો આ સેવાકીય પ્રયાસ માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ બાળકોમાં નાનપણથી જ સેવાભાવના, માનવતા અને જરૂરિયાતમંદોને મદદ કરવાની ભાવના કેળવાય તથા તેઓ જીવનમાં સેવા અને પરોપકારનું મહત્ત્વ સમજે, તે હેતુથી કરવામાં આવેલો એક નાનકડો પ્રયાસ છે.

ઉમેશભાઈ ઠોરિયા ના પરિવાર દ્વારા દર વર્ષે જન્મદિવસ જેવા આનંદના પ્રસંગને સેવાકાર્ય સાથે જોડીને માનવતા, સેવાભાવ અને પરોપકારનો સંદેશ આપવામાં આવે છે. આમ, ઠોરિયા પરિવારે જન્મદિવસની ખુશીઓને જરૂરિયાતમંદ બાળકો સાથે વહેંચીને સમાજમાં સેવાભાવના અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.