મોરબીમાં ૯૫૮ ગ્રામ ગાંજા કેસમાં ઝડપાયેલા બે આરોપીઓના જામીન મંજુર

 

મોરબીમાં ૯૫૮ ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલ બે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જે બંને આરોપીઓએ વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી માન્ય રાખી જામીન પર છુટકારો કર્યો છે

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ૯૫૮ ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપી પ્રિન્સ ધંધુકીયા અને વિપુલ કુંજારીયાને પોલીસે ઝડપી લીધા હતા જે આરોપીઓ વિરુદ્ધ NDPS નો ગુનો નોધવામાં આવ્યો થો આરોપીઓએ વકીલ (દેવ) ડી.કે. જોષી મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં બંને પક્ષકારોએ દલીલો કરી હતી અને દલીલના અંતે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી નામદાર કોર્ટે આરોપીઓના જામીન મંજુર કર્યા છે બચાવ પક્ષે યુવા વકીલ ડી કે જોષી રોકાયા હતા

Leave A Reply

Your email address will not be published.