

મોરબીમાં બંધ પડેલા વોટર ફિલ્ટર પ્લાન્ટને કારણે સમગ્ર મોરબીના ૧૩ વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી દુષિત-ગંદા પાણીની સમસ્યા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે મોરબી મહાનગરપાલિકાને રજૂઆત કરી છે
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મેયરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે મહાપાલિકા હસ્તકના તમામ વોટર ફિલ્ટર પ્લાન્ટ લાંબા સમયથી બંધ રહેવાના કારણે શહેરના તમામ ૧૩ વોર્ડમાં અત્યંત ગંદુ, દુર્ગંધયુક્ત અને દુષિત પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે દુષિત પાણીના વપરાશને પગલે નાગરિકોને આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે અનેક ઘરોમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો અને ત્વચાના રોગો જોવા મળી રહ્યા છે પીવાલાયક શુદ્ધ પાણી નાગરિકોનો પ્રાથમિક અને મૂળભૂત અધિકાર છે પરંતુ આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવતી નથી
જેથી માંગણીઓ રજુ કરતા જણાવ્યું છે કે ફિલ્ટર પ્લાન્ટનું સત્વરે સમારકામ કરવામાં આવે બંધ પડેલા વોટર ફિલ્ટર પ્લાન્ટને યુધ્ધના ધોરણે રીપેર કરી તુરંત ચાલુ કરવામાં આવે શહેરના તમામ ૧૩ વોર્ડમાં સ્વચ્છ અને પીવાલાયક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જુદા જુદા વોર્ડમાંથી પાણીના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ કરાવી તેનો રીપોર્ટ જાહેર કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી હતી