

પુ.શ્રી કેશવાનંદ બાપુના આશીર્વાદ અને પુ. કનકેશ્વરીદેવીજીની પ્રેરણાથી રાજસ્થાન હોસ્પિટલ, અમદાવાદના નિષ્ણાંત ડોકટરો દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓની નિદાન અને સારવાર માટેનો કેમ્પ તા. ૧૬ ઓગસ્ટને રવિવારે સવારે ૯ : ૩૦ કલાકે ખોખરા હનુમાન ધામ, ભરતનગર બેલા હાઈવે રોડ પર યોજાશે
જે કેમ્પમાં હૃદય, વાસ્યુલર પેઈન, વેરીકોઝ વેઈનના નિષ્ણાંત ડોકટરો, હાડકા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટના ડોકટરો, આંખ, કાન અને નાક તેમજ ગળાના ડોકટરો, બાળ રોગ નિષ્ણાંત અને જનરલ ફિઝીશીયન દર્દીઓને તપાસશે જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ તથા ડાયાબીટીસ વિનામૂલ્યે કરી આપવામ આવશે દર્દીઓએ તમામ રીપોર્ટ સાથે લાવવા યાદીમાં જણાવ્યું છે