

શહેરના સામાકાંઠે આવેલ એલ ઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ રસિયાઓ, પોલીસ અને આર્મીની તૈયારી કરતા દોડવીરો માટે એકમાત્ર ગ્રાઉન્ડ છે પરંતુ આ ગ્રાઉન્ડને મોટાભાગે સરકારી કાર્યક્રમો માટે ઉપયોગ લેવાય છે એટલું જ નહિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સફાઈ થતી ના હોવાથી યુવાનોમાં રોષ ભભૂકી રહ્યો છે
મોરબીના એલ ઈ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો જે પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડમાં કચરા જ જોવા મળે છે એકમાત્ર ગ્રાઉન્ડ પણ રમતવીરો માટે છોડવામાં આવતું નથી સરકારી કાર્યક્રમો અવારનવાર થતા રહે છે જેથી યુવાનોને તકલીફ પડી રહી છે તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સફાઈ પણ કરવામાં આવતી નથી આ મામલે અગાઉ પણ યુવાનોએ તંત્રને રજૂઆત કરી હતી જોકે પરિણામ શૂન્ય જોવા મળે છે જેથી યુવાનો એકમાત્ર ગ્રાઉન્ડને સરકારી કાર્યક્રમોમાં ઉપયોગ ના લેવાય અને જો ઉપયોગમાં લેવાય તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કાર્યક્રમોના તંબુ માટે ખાડા ખોદવામાં આવે છે જેથી ગ્રાઉન્ડની હાલત બદતર થઇ ગઈ છે





