વિશ્વમાં ચાલતા યુદ્ધને કારણે અગરબત્તી ઉદ્યોગ પર ગંભીર અસર, અગરબત્તી ઉત્પાદનોમાં ભાવવધારો 

 

હાલ ઈરાન અને ઇઝરાયલ-અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે સમગ્ર ખાડી દેશોમાં યુદ્ધનો ભડકો સળગી રહ્યો છે ત્યારે યુધ્ધને કારણે અગરબત્તી ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે અને યુદ્ધ બંધ કરવા માટે ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરર્સ એન્ડ ડીલર્સ એસોસીએશન દ્વારા કડક અપીલ કરવામાં આવી છે

ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરર્સ એન્ડ ડીલર્સ એસો દ્વારા વિશ્વને મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું છે કે કોઈપણ સમસ્યાનું સાચું સમાધાન યુદ્ધ ક્યારેય બની શકતું નથી હાલ બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર તે દેશો સુધી મર્યાદિત રહી નથી યુદ્ધની અસર વિશ્વના અર્થતંત્ર, ઉદ્યોગો અને સામાન્ય જનજીવન પર પડી રહી છે ભારત શાંતિપૂર્ણ દેશ છે અને આ સ્થિતિથી ભારત પણ અળગું રહ્યું નથી

ગુજરાતમાં અગરબત્તી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો અને વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત અગરબત્તી મેન્યુફેકચર્સ એન્ડ ડીલર્સ એસોના રાજ્યભરમાં લગભગ ૭૦૦ થી વધુ સભ્યો જોડાયેલા છે ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકોમાં લગભગ ૮૦ ટકા મહિલાઓ જોડાયેલી છે હાલની સ્થિતિને કારણે અગરબત્તી ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે મોટાભાગનો કાચો માલ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે કાચા માલના ભાવમાં લગભગ ૨૦ થી ૨૫ ટકા વધારો થયો છે તેમજ સમયસર મળતો નથી પેકિંગ માટે જરૂરી મટીરીયલ્સના ભાવમાં એક મહિનામાં ૭૦ થી ૮૦ ટકા જેટલો અસહ્યનીય વધારો થયો છે જેથી અગરબત્તીના ઉત્પાદનોના ભાવમાં લગભગ ૨૦ થી ૨૫ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે અને વિશ્વ શાંતિ જળવાઈ રહે અને ઉદ્યોગો તેમજ સામાન્ય જનજીવન પર પડતી નકારાત્મક અસરો અટકે માટે યુદ્ધ બંધ કરવાની અપીલ કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.