ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણનો મહા ઉત્સવ

 

ટંકારાના ઈતિહાસમા સૌપ્રથમવાર આખા સમસ્ત ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારની શ્રી દ્વારકાધીશ ભગવાનની 52 ગજની ધજા ચડાવવાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે અધિક જેઠ મહિના (પુરષોતમ માસ) ની પૂનમના દિવસે તા-31/5/26 ને રવિવારની સાંજે ધજા ચઢાવવામાં આવશે..જે આખી રાત જગત મંદિર પર ફરકતી રહેશે…આ ધજા ઉત્સવ નો સમસ્ત વિસ્તારના પરીવારમા ખુબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે… કારણકે ટંકારાના ઈતિહાસમા કોઈ એક આખા વિસ્તાર શ્રી દ્વારકાધીશ ની અને એમાં પણ જયા અઢારેય વર્ણના(જ્ઞાતિના) પરીવારો રહે છે…

સાથે તા-29/5/26 ના શુક્રવારના રાત્રે 9 વાગ્યે ત્રણ હાટડી ગરબી ચોકમાં શ્રી દ્વારકાધીશની જે ધજા ચડાવવાની છે એ આવી રહી છે એના વધામણા બધા પરીવારો કરશે અને આ વર્ષે ધો-10-12 માં પાસ થયેલા દિકરા-દિકરીઓનો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે… સમગ્ર આયોજન શ્રી નવદુર્ગા માતાજી અને શ્રી દ્વારકાધીશ ભગવાનની કૃપા ને આશીર્વાદથી થવા જઈ રહ્યું છે… શ્રી નવદુર્ગા ગરબી મંડળની ટીમ અને એમનું વાલી મંડળ એના નિમિત્ત માત્ર બન્યા છે…

Leave A Reply

Your email address will not be published.