

શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી લીલાપર રોડ વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે સતત ચાલતી શ્રી રામધુનને ૧ વર્ષ પૂર્ણ થયાના અવસરે તા. ૧૦ ઓક્ટોબરને શનિવારે શ્રી રામ ધૂન વાર્ષિકોત્સવ મહા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
શ્રી રામધુન વાર્ષિકોત્સવ મહા મહોત્સવની ઉજવણી તા. ૧૦ ને શનિવારે સવારે યોજાશે જેમાં સવારે ૮ : ૩૦ કલાકે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં ૧૨૫ બાળકો ભાગ લેશે તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે કાર્યક્રમને સફળ બનાવવા શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડીયા, ઉપપ્રમુખ ભરતકુમાર કારીયા, મંત્રી ચંદ્રકાંતભાઈ દફતરી અને ખજાનચી સમીરભાઈ પંડિત તેમજ ટ્રસ્ટીઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે