મોરબીના ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું

 

મોરબીના ઘુનડા (સ) ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું વાજતે ગાજતે સામૈયા-ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું સમસ્ત મચ્છુ કાંઠા રબારી યુવા સંગઠનની ટીમની નવી રચના થયા બાદ યુવા ટીમ દ્વારા રબારી સમાજમાં રહેલ કુરિવાજ દુર કરવા સમાજને નવું બંધારણ બાંધવા તેમજ શિક્ષણ સંગઠન અને વ્યસન જેવી બાબતે ટીમે જોમ જુસ્સા સાથે રબારી સમજના ગામે ગામ હાલ ફરી રહી છે અને સમાજને નવી દિશા તરફ લઇ જવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

 

યુવા ટીમે અત્યાર સુધીમાં ૧૫ થી વધુ ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યો હતો અને રવિવારે ઘુનડા (સ) ગામે રબારીના નેસડા (ખા) પહોંચી હતી ત્યાં રબારી સમાજ દ્વારા ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સામૈયા અને ફૂલહાર કરી સમાજના વડીલોએ યુવાનોનું સ્વાગત કર્યું હતું

 

આ તકે ટીમના તમામ સભ્યોએ જણાવ્યું હતું કે સમાજે સમય સાથે પરિવર્તનમાં જોડાઈ જવું જોઈએ અને આવનારી પેઢી માટે નવું ઉમદા સમાજલક્ષી નવું બંધારણ બાંધવું જોઈએ અને સમાજમાં રહેલ કુરિવાજ દુર કરવા જોઈએ તેમજ શિક્ષણ સંગઠન અને વ્યસન બાબતે સમજે મહત્વના સૂચનો કર્યા હતા સમાજના બંને ટ્રસ્ટીઓએ સમાજને મેસેજ આપ્યો હતો કે રબારી સમાજમાં કુરિવાજ દુર કરશે અને દીકરી નામે થતો આર્થિક વ્યવહાર નહિ કરવામાં આવે તો સમાજના ટ્રસ્ટી અને સમાજના દાતા દ્વારા દીકરીના લગ્ન તેમજ કરિયાવર તેમનું જાન જમાણી આપવામાં આવશે કોઈપણ જાતના પૈસા ફી લેવામાં આવશે નહિ રબારી સમાજ દ્વારા દીકરી પરણાવી દેવામાં આવે છે

 

Leave A Reply

Your email address will not be published.