માળિયાના કચ્છ હાઈવે પર ટ્રકે કારને ઠોકર મારતા ચાલકને ઈજા


માળિયા કચ્છ નેશનલ હાઈવે પર સત્કાર હોટલ નજીક ટ્રકના ચાલકે કારને પાછળથી ઠોકર મારી ચાલકને ઈજા પહોચાડી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.
ગાંધીધામમાં રહેતા કુનાલભાઈ કમલેશભાઈ સિંદલ એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે ગત તા. ૨૧-૧૨ ના રોજ મોરબી કચ્છ હાઈવે પર પોતાની કાર જીજે ૩૯ સી એ ૫૩૫૫ વાળી લઈને જતા હોય દરમિયાન સત્કાર હોટલ પાસે ટ્રક જીજે ૦૩ બી વાય ૦૦૦૩ ના ચાલકે પુર ઝડપે આવીને કુનાલભાઈની કારને પાછળથી ઠોકર મારી ક્રુનાલભાઈને જમણા હાથની આંગળીના ભાગે ઈજા પહોચી હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે