

ટંકારાના મીતાણા નેકનામ રોડ પર જેનેક્ષ કારખાના પાસે રોડ પર ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકને ઈજા પહોચી હતી જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના નેકનામ રોડ પર સાકેત પોલીપેક કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા માનસિંહ પરખાભાઈ આશાલ એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૬ વહેલી સવારના અરસામાં તેનું મોટર સાઈકલ બજાજ ડિસ્કવર જીજે ૦૮ બીએલ ૬૭૫૪ વાળું લઈને કારખાનેથી મીતાણા ચોકડી એ દીકરા સુરજને તેડવા માટે નીકળેલ હોઉં અને મીતાણા નેકનામ રોડ પર જેનેક્ષ કારખાના પાસે પહોચતા સામેથી આવેલ ટ્રક જીજે ૩૨ ટી ૩૩૧૨ ના ચાલકે હડફેટે લેતા માનસિંહને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે