વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે માતાજીના માંડવામાં દર્શનનો લાભ લેવા સાંસદ સાથે તાલુકા પંચાયત પ્રમુખ તથા નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે અણિયારીયા પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું. માતાજીનો પ્રસંગ હોય અણિયારીયા પરિવારના મોભી અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા દ્વારા વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા , તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા સહિતનાને આમંત્રણ પાઠવવામાં આવેલ

જેથી આમંત્રણને માન આપી રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા , તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા તથા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા સહિતના આજે બપોરે લાકડધાર ખાતે માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં અણિયારીયા પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. સાંસદ સહિતનાઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave A Reply

Your email address will not be published.