

મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસને દારૂનો જથ્થો જીલ્લાની હદમાં ઘુસી જાય ત્યાં સુધી માહિતી મળતી નથી અને બહારથી એજન્સીઓ આવી રેડ કરી દારૂનો જથ્થો પકડી લેતી હોય છે આવી જ વધુ એક રેડ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વાંકાનેર પંથકમાં કરી હતી જેમાં ૬૫૮ પેટી દારૂના જથ્થા સહીત ૩૫.૪૯ લાખના મુદામાલ સાથે ચારને ઝડપી લેવામાં આવ્યા છે
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે જડેશ્વર મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ સામે રસ્તા પર રેડ કરી હતી જ્યાં કારમાંથી દારૂ-બિયરની પેટી ૫૫ બોટલ નંગ ૬૫૮ કીમત રૂ ૧૦,૪૧,૬૭૪ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો અને ફોર્ચ્યુનર કાર સહીત કુલ રૂ ૩૫,૪૯,૦૭૪ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપીઓ શ્રવણકુમાર બુદ્ધરામ બિશ્નોઈ, વિકાસકુમાર સહીરામ બિશ્નોઈ, અશોકકુમાર લઘુરામજી બિશ્નોઈ અને રાહુલકુમાર રઘુનામરામ બિશ્નોઈ રહે ચારેય રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે
અન્ય આરોપીઓ કૈલાસ ઉર્ફે સંજુ બિશ્નોઈ રહે રાજસ્થાન, સંજીવ રહે હરિયાણા, વિપુલ રહે મોરબી અને ફોર્ચ્યુંનર કાર આરજે ૧૪ યુકે ૨૫૪૦ ના માલિક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબી પંથકમાં ગુનાખોરી સતત વધી રહી છે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને પગલે વધુ એક વખત બહારથી એજન્સી આવી દારૂની રેડ કરી સ્થાનિક પોલીસનું નાક કાપી ગઈ છે

