મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને ચાર વર્ષ પૂર્ણ, એક સમયે કિકિયારીઓથી ગુંજતો ઝૂલતો પુલ આજે સુમસામ હાલતમાં

શહેરની શાન સમાન રાજાશાહી વખતનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના બાળકો, મહિલાઓ સહીત ૧૩૫ નિર્દોષ નાગરિકોએ દુર્ઘટનામાં ગુમાવ્યા હતા જીવ

 

મોરબીની શાન સમાન રાજાશાહી વખતનો ઝૂલતો પુલ તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જે દુર્ઘટનામાં બહારથી ફરવા આવેલા નાગરિકો સહિતના ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા દિવાળીના સપરમાં દિવસોમાં સર્જાયેલી દુર્ઘટનાને આજે ચાર વર્ષનો સમય પૂર્ણ થયો છે જોકે મોરબીવાસીઓ હજુ એ દુર્ઘટનાના આઘાતમાંથી બહાર આવ્યા નથી

 

મોરબીના પ્રજા વત્સલ રાજાએ ૧૯ મી સદીમાં નગરજનો માટે બંધાવેલ ઝૂલતો પુલનું મેન્ટેનન્સ સહિતની કામગીરી ઓરેવા ગ્રુપે સંભાળી હતી અને ઝુલતા પુલનું ૨૦૨૨ માં રીનોવેશન કર્યા બાદ દિવાળી પૂર્વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જે ઝૂલતો પુલ તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ સાંજે તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી મોરબીના મચ્છુ જળ હોનારત અને ભૂકંપ બાદ ત્રીજી મોટી એવી દુર્ઘટના સર્જાઈ હતી જેને મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહિ ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓ ઝડપાયા બાદ સમયાન્તરે જામીન મેળવી જામીન મુક્ત થયા હતા જે કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે

 

આજે દુર્ઘટનાને ચાર વર્ષનો સમયગાળો વીતી ગયો છે ત્યારે એક સમયે બાળકો અને યુવાનોની કિકિયારીઓથી ગુંજતો ઝૂલતો પુલ સુમસામ ભાસી રહ્યો છે ઝૂલતો પુલ તૂટ્યા બાદ તેને ફરીથી બનાવવામાં આવ્યો નથી અને યથાસ્થિતિમાં ઝૂલતો પુલ જોવા મળી રહ્યો છે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ દુર્ઘટના બાદથી બંધ રાખવામાં આવ્યો છે અને મયુરપુલ પરથી પસાર થતા મોરબીવાસીઓ છીનવાઈ ગયેલા ભવ્ય વારસાને યાદ કરી લેતા હોય છે

Leave A Reply

Your email address will not be published.