

૩૧ ડીસેમ્બર નજીક છે અને બુટલેગરો દારૂનો સ્ટોક કરવાની પેરવી કરી રહ્યા છે જેને રોકવા પોલીસ ટીમો પણ એક્ટીવ મોડમાં જોવા મળી રહી છે આજે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારાના બંગાવડી નજીકથી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી હતી ૩૦૭૨ બોટલ દારૂનો જથ્થો, ટ્રક અને અન્ય મુદામાલ સહીત ૬૨.૨૯ લાખનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લીધા છે
મોરબી જીલ્લાની સ્થાનિકની કામગીરી ઓછી અધુરી હોય જેથી અવારનવાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ રેડ કરી દારૂ પકડતી હોય છે ૩૧ ડીસેમ્બરને ધ્યાને લઈને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ મોરબી જીલ્લામાં વોચ ગોઠવી બેઠી હોય અને ટીંબડીથી ટંકારાના બંગાવડી તરફ જતા દારૂ ભરેલા ટ્રકનો પીછો કરી બંગાવડી ગામે આવેલ પીઠડ માતાજી મંદિર પાસે ટ્રકને આંતરી લેવામાં સફળતા મળી હતી જે ટ્રકની તલાશી લેતા આખી ટ્રક દારૂની ભરેલી હતી SMC ટીમે ગણતરી કરતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦૭૨ બોટલ કીમત રૂ ૪૨,૧૯,૦૫૭ નો જથ્થો મળી આવ્યો હતો
જેથી દારૂનો જથ્થો કીમત રૂ ૪૨,૧૯,૦૫૭ ટ્રક કીમત રૂ ૨૦ લાખ, ૨ મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને રોકડ રૂ ૩૭૦ સહીત કુલ રૂ ૬૨,૨૯,૪૨૭ નો મુદામાલ કબજે લઈને આરોપી ટ્રક ડ્રાઈવર વિજયસિંગ કાલુસિંગ ચૌહાણ રહે રાજસ્થાન અને દારૂનો જથ્થો મેળવનાર યશપાલસિંહ ધનુભા જાડેજા રહે ખાનપર તા. ટંકારા વાળાને ઝડપી લીધા છે
તેમજ અન્ય આઠ ઇસમોના નામો ખુલ્યા છે જેમાં દારૂનો સપ્લાયર સંદીપ સંઘવાલ, મુખ્ય આરોપીનો પાર્ટનર બ્રીજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે પીઠડ તા. જોડિયા, પુનીત રહે હરીયાણા, ક્રેટા કાર જીજે ૧૨ ડીએ… નો ડ્રાઈવર, ક્રેટા કારનો ઓનર, સલીમ કાદરી રહે જંગલેશ્વર રાજકોટ, અયુબ શેખ રહે જંગલેશ્વર રાજકોટ તેમજ ટ્રક એચઆર ૫૫ એએલ ૫૭૭૬ નો માલિક એમ આઠ ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે



