હળવદ હાઈવે પર હોટેલમાંથી મેફેડ્રોન પાવડર સાથે એક ઝડપાયો, ૩૭ હજારનો મુદામાલ જપ્ત

 

હળવદ હાઈવે પર આવેલ દ્વારકાધીશ હોટેલમાંથી ૯.૪૮ લાખનો મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને મેફેડ્રોન પાવડર, વેચાણ કરીને મેળવેલ રોકડ રૂપિયા અને મોબાઈલ સહીત ૩૭ હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એસઓજી ટીમ નારકોટીક્સ માદક પદાર્થ વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી હળવદ હાઈવે પરની દ્વારકાધીશ હોટેલમ એક ઇસમ ગેરકાયદેસર રીતે મેફેડ્રોન પાવડર જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી જેથી ટીમે રેડ કરી હતી દ્વારકાધીશ હોટેલમાંથી આરોપી રૈયાભાઈ ઉર્ફે રાયમલ મૈયાભાઈ બાંભવા (ઉ.વ.૩૪) રહે આંદરણા તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો

 

આરોપીના કબજામાંથી મેફેડ્રોન પાવડર ૯.૪૮ ગ્રામ કીમત રૂ ૨૮,૪૪૦ તેમજ પાવડર વેચાણ કરી મેળવેલ રોકડ રૂ ૨૪૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૩૭,૩૪૦ નો મુદામાલ કબજે લીધો છે અને હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ કલમ ૮ (સી), ૨૧ (બી) મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.