

૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનના પાવન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા. ૯ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન તેમજ ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ અન્વયે વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉજવણીના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનારી તિરંગા યાત્રાઓ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ, તથા જાગૃતિ અભિયાન અન્વયે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.