રંગપર નજીક બંધ સિરામિકના ગોડાઉનમાંથી ૮૦૦ થી વધુ શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો સીલ

સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરની ટીમે મોરબીમાં રેડ કરી જથ્થો ઝડપી લીધો ખેતીવાડી અધિકારીએ જથ્થો સીલ કરી, સેમ્પલ લઈને લેબ ટેસ્ટ મોકલ્યા

 

મોરબી પંથકમાં બહારની એજન્સીઓ અને ટીમો અવારનવાર રેડ કરી કામગીરી કરતી હોય છે સ્થાનિક પોલીસ હોય પછી અન્ય વિભાગો અગાઉ પણ ઊંઘતા ઝડપાયા છે અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અને રેંજ ટીમો રેડ કરી કામગીરી કરતી હોય છે જેમાં ગત રાત્રીના સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ટીમે મોરબીના રંગપર નજીક ગોડાઉનમાંથી ૮૦૦ થી વધુ બેગ શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી લીધો હતો

 

સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરની ટીમે ગત રાત્રીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ નજીક આવેલ બંધ પડેલા ઝીબોન સિરામિકમાંથી શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો ૮૦૦ થી વધુ બેગ અલગ અલગ કંપનીના યુરીયા ખાતરની બેગનો જથ્થો અહી રાખવામાં આવ્યો હતો બંધ સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો જોકે સ્થાનિક જવાબદાર તંત્રને તેની ગંધ સુધ્ધા આવી ના હતી અને ગાંધીનગરથી સીઆઈડી ટીમને બાતમી મળતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ટીમે રેડ કરી જથ્થો ઝડપી લીધો હતો અને મોરબીના ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવતા હાલ જથ્થો સીલ કરવામાં આવ્યો છે

 

જે રેડ અંગે મોરબીના નાયબ ખેતીવાડી (વિસ્તરણ) અધિકારી કેતન પરસાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે cid ક્રાઈમ ટીમે જાણ કરતા ખેતીવાડી ટીમ સ્થળ પર પહોંચી હતી અને અલગ અલગ કંપનીની કુલ ૮૦૪ યુરીયા ખાતરની બેગનો જથ્થો મળી આવ્યો હતો જે હાલ સીલ કરવામાં આવ્યો છે અને ૬ સેમ્પલ લઈને જુનાગઢ લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો આ જથ્થો સરકારી હોવાના પ્રશ્ન અંગે અધિકારીએ પ્રાથમિક દ્રષ્ટીએ જથ્થો સરકારી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું

 

Leave A Reply

Your email address will not be published.