

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે કલેકટર કચેરી, યુવા રમત ગમત અને સંસ્કૃતિ વિભાગ દ્વારા માર્ગદર્શિત તિરંગા યાત્રા અને પોસ્ટર ડ્રોઈંગ સ્પર્ધાનું આજે તા. ૧૨ ને બુધવારે આયોજન કરવામાં આવ્યું છે ઈચ્છુક વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ફ્લોર આઈ.ટી. વિભાગ બપોરે ૧ : ૩૦ કલાકે ઓન ધ સ્પોટ નામ નોંધાવી ભાગ લઇ સકે છે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રથમ ત્રણ કૃતિને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે
સ્પર્ધા પૂર્ણ થયા બાદ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ ૩ કલાકે કોલેજથી જીલ્લા સેવા સદન, સો ઓરડી સુધી તિરંગા યાત્રામાં જોડાવવાનું રહેશે જોડાનાર દરેક વિદ્યાર્થીએ ગ્રુપ વોલંટીયર તેમજ વિભાગના ફેકલ્ટી દ્વારા અપાતી સુચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે યાત્રા દરમિયાન અપાયેલા રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા સુચના આપવામાં આવી છે