

રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકૈત શનિવારે મોરબી આવી રહ્યા છે તા. ૦૮ ને શનિવારે રાત્રે ૮ કલાકે કેપિટલ માર્કેટ, રવાપર રોડ મોરબી ખાતે ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાકેશ ટિકૈત સહિતના નેતાઓ સભા ગજવશે
ખેડૂત મહાસભામાં રાકેશ ટિકૈત ઉપરાંત હરીપર સરપંચ મુન્નાભાઈ આહીર, રાજકોટના રાજભા ઝાલા, રાજસ્થાનથી હિમતસિંહ ગુર્જર તેમજ યુદ્ધવિરસિંહ ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે ખેડૂત મહાસભામાં જીલ્લાના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે