

કોરોના મહામારીએ મોરબીને પણ ભરડો લીધો છે ત્યારે ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચ દ્વારા કોરોના વાયરસના લક્ષણો અને સાવચેતી અંગે ઉપાયો સૂચવવામાં આવ્યા છે


ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચ પ્રમુખ ડો. વિજય ગઢિયા અને સેક્રેટરી ડો. દીપક અઘારાએ મોરબી શહેરની જાહેર જનતાને અપીલ કરી છે અને કોરોનાથી સુરક્ષિત રહેવા ઉપાયો સૂચવ્યા છે
• ખુબ જરૂરી કામ અર્થે જ ઘરની બહાર નીકળવું, સોશ્યલ ડીસટન્સ જાળવવું જરૂરી છે
• કોઈપણ જાહેર સ્થળે બિનજરૂરી ભીડ ના થાય તેનું ધ્યાન રાખવું
• ઘરની બહાર નીકળતી વેળાએ મો-નાક વ્યવસ્થિત ઢંકાય તે રીતે માસ્ક પહેરીને જ બહાર નીકળવું
• બહારથી ઘરમાં પ્રવેશ કરતા પહેલા હાથ-મો બરાબર સાબુથી સાફ કરીને ઘરમાં પ્રવેશ કરવો
• રોગ પ્રતિકારકશક્તિ વધે તેવો પૌષ્ટિક ખોરાક ગરમ પીણા અને વિટામિન્સની ગોળીઓ જરૂરી માત્રામાં લેવી
• નાના બાળકો તેમજ વડીલોનું ખાસ ધ્યાન રાખવું
• ખોટી અફવાઓ કે બિનજરૂરી ડર કે ચિંતા કરતા સાવચેતી અને સાવધાનીને જ પ્રાથમિકતા આપવી
• ;લગ્ન સમારંભો, પ્રવાસ પર્યટન અને મનોરંજનના વિકલ્પોથી હાલ દુર રહેવા સલાહ આપી છે
જેથી નાગરિકો પોતાની સલામતી માટે ઘરે જ રહે તેવો અનુરોધ કર્યો છે કોરોનાનો બીજો તબક્કો શરુ થઇ ગયેલ છે અને કાળજી નહિ રાખીએ તો પહેલાથી પણ ગંભીર પરિણામો આવી સકે છે તેમ પણ જણાવ્યું છે
