મહાશિવરાત્રી પર્વે મોરબીના શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક મહોત્સવની ઉજવણી

          પવિત્રમાં પવિત્ર રાત્રી એટલે શિવરાત્રી જે તારીખ 15/2/2026 રવિવારના રોજ છે મોરબી સ્ટેશન રોડ ખાતે શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તેમાં અનેક કાર્યક્રમો થવાના છે તેમાં આપ કોઈપણ કાર્યમાં સહભાગી થઈ મહાદેવને અર્ચના કરવા આપને હાર્દિક આમંત્રણ છે

 

          સવારના 6:00 વાગે પ્રથમ આરતી 7:30 થી ભાંગ પ્રસાદ નું વિતરણ, સવારના 09:00 વાગે ધજા ચડાવવાનું મુહૂર્ત ,બપોરે 12 કલાકે મધ્યાન આરતી તથા 12:30 વાગે બ્રહ્મ ભોજન તે બાદ સાંજે ત્રણ કલાકથી શિવજીના શૃંગાર કરવા માટેનો કાર્યક્રમ તથા 6:00 વાગ્યા થી શૃંગાર દર્શન, સાંજે 7:00 વાગે 108 દિવાની દીપમાલા ,સાડા સાત વાગે મહા આરતી તથા રાત્રે 10 કલાકથી સવારના ચાર વાગ્યા સુધીમાં ચાર પ્રહરની શિવરાત્રી ની મહાપૂજા

 

          આ ઉપર મુજબના તમામ કાર્યક્રમોમાં તન,મન, ધન થી આપને સંસ્થા સાથે જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે.સમય આપી શકો છો. બ્રહ્મ ભોજનમાં દાતા થઈ શકો છો. ભાંગ વિતરણમાં સેવા સેવક તરીકે આવી શકો છો. રાત્રી ના ચાર પ્રહરની પૂજામાં પણ નિજ ગૃહની બહાર સેવક તરીકે સમય આપી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક રાજેન્દ્રભાઈ ભટ્ટ 9909958188 તથા યશવંત જોશી 9974768005 મહાદેવ હર વંદે માતરમ

Leave A Reply

Your email address will not be published.