રાજકોટ ગ્રામ્ય જિલ્લાના બે તથા સુરેન્દ્રનગર જિલ્લાનો એક મળી કુલ ત્રણ ગુન્હામાં હથીયાર બતાવી મારા-મારી કરવાના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર   શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જરૂરી ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન મળેલ હકિકત આધારે સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસંગ પરમાર નાઓએ  સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૦૭/૨૦૨૬ બી.એન.એસ કલમ-૩૦૮(૪) વિ. આર્મસ એકટ કલમ- ૨૫(૧)એ, ૨૫(૧)બી મુજબના ગુન્હામાં તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા પો.સ્ટે. (૧) ગુ.ર.નં. ૦૦૧૮/૨૬ બી.એન.એસ. કલમ-૧૮૯(૧) વિ. આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)એ, ૨૯(બી), ૩૦ તથા (ર) ગુ.ર.નં. ૦૦૧૯/૨૬ બી.એન.એસ. કલમ-૧૦૯(૧) વિ. આર્મસ એકટ કલમ- ૨૫(૧-બી)એ, ૩૦ મુજબના બે ગુન્હાઓમાં નામ.કોર્ટ તરફથી ધરપકડ કરવાનુ વોરંટ ઇસ્યુ થયેલ હોય

જે મળી કુલ ત્રણ ગુન્હામાં ગુન્હો કર્યા બાદથી નાસતા-ફરતા આરોપી જયદિપભાઇ ભરતભાઇ પટગીર રહે.વિંછીયા જી.રાજકોટ નાઓને હરણીયા ગામના ચબુતરા પાસેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Leave A Reply

Your email address will not be published.