



હળવદ ટાઉન વિસ્તારમાં વાડીની ઓરડીમાં જુગારધામ પર રેડ કરી પોલીસે ૧૦ ઇસમોને ઝડપી લઈને રૂ ૧,૦૩,૩૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટાઉન વિસ્તારના આરોપી જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમાર રહે હળવદ ધરતીનગર વાળાની વાડીએ જુગારધામની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીની ઓરડીમાં જુગાર રમતા જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમાર, લગધીરસિંહ હનુભા ઝાલા, પ્રકાશ દિનેશભાઈ અદગામાં, કાળુંભાઈ રત્નાભાઈ કણઝારીયા, મહેશભાઈ ટીનાભાઈ થરેસા, અનિલભાઈ જયંતીભાઈ સનુરા, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશીયા, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા, જેસિંગભાઈ કરણાભાઈ ભુંભરીયા અને ઝાલાભાઇ હિન્દુભાઇ જાદવ રહે બધા હળવદને ઝડપી લઈને રોકડ રૂ ૧,૦૩,૩૦૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે