આંદોલન પાર્ટ ૩ : મહેન્દ્રનગર ચોકડીથી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ખેડૂતોની પદયાત્રા, આવેદન
સરકારના પરિપત્રો માન્ય નથી મુદા સાથે વિશાલ પદયાત્રા યોજાઈ




મોરબીના જેતપર ગામે આંદોલન પાર્ટ ૨ પૂર્ણ થયા બાદ પાર્ટ ૩ ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આજે મંગળવારે પદયાત્રા યોજી જીલ્લા કલેકટરને આવેદન આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે વિશાલ પદયાત્રા રેલી યોજાઈ રહી છે
મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ખેડૂતોની પદયાત્રા યોજાઈ હતી જે પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ અને સામાકાંઠા વિસ્તારમાં ફરીને જીલ્લા કલેકટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવશે અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવી સરકારના પરિપત્રો અમને માન્ય નથી તેવી રજૂઆત કરવામાં આવનાર છે
મહિલાઓ હાથમાં વિવિધ બેનરો સાથે પદયાત્રામાં જોડાઈ
પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી હાથમાં વિવિધ બેનરો જોવા મળ્યા હતા જેમાં સરકારે બનાવેલા ખેડૂતોના હિત વિરોધી પરિપત્ર અમાન્ય છે દેશના વિકાસમાં ખેડૂતોનું યોગદાન છે, ખેડૂતોની મજાક બંધ કરો અને કૃષિ પ્રધાન દેશમાં ખાનગીકરણ બંધ કરો સહિતના બેનરો સાથે જોડાઈ હતી



