



જાંબુડિયા ગામ નજીક આવેલ કારખાનામાં અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક લાઈનના ૪૦ હજારની કિમતના ૮૦ મીટર કેબલ વાયર કાપી ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના એસપી રોડ પર ફ્લોરા ૫૭ માં રહેતા અંકુરભાઈ ડાયાભાઇ કગથરા (ઉ.વ.૪૪) વાળાએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ભાગીદારી પેઢીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ રોલેકસ સ્પ્રે ડાયલ નામના મારબલ કારખાનામાં ગત તા. ૦૫-૦૭ ના રાત્રીના દશથી અગિયાર વાગ્યાના સમયમાં અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરવાના ઈરાદે કારખાનાની દીવાલ કુદીને પ્રવેશ કર્યો હતો
કારખાનાના ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક લાઈનમાં લગાવેલ ૧૦ એમ.એમ. કેબલ વાયર અંદાજે ૮૦ મીટર કીમત રૂ ૪૦ હજાર તોડી કાપી ચોરી કરી ગયા હતા કક્ર્હાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે ઈસમો કેમેરામાં નજરે ચડ્યા હતા મોરબી તાલુકા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે