પોલિસના અસ્તિત્વ સામે સવાલ : મોરબીના જુદા જુદા વિસ્તારમાં કારના કાચ ફોડી આતંક મચાવ્યો

 

મોરબી શહેરમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે એક બાદ એક ચોરીના બનાવો બનતા નાગરિકો જાનમાલની અસુરક્ષા અનુભવી રહ્યા છે જેથી અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો છે તાજેતરમાં રાત્રીના સમયે જુદા જુદા વિસ્તારમાં ૧૫ જેટલી કારના કાચ ફોડી તોડફોડ કરી અસામાજિક તત્વોએ પોલીસનું નાક વાઢી લીધું છે

 

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જીઆઈડીસી મેઈન રોડ, છાત્રાલય રોડ, મુનનગર સહિતના વિસ્તારમાં રાત્રીના ઘર બહાર પાર્ક કરેલ ૧૫ જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા છે ૧૫ જેટલી કારના કાચ અજાણ્યા ઇસમોએ તોડી નાખ્યા હતા અસામાજિક તત્વોએ અલગ અલગ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો છતાં ક્યાય નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસનો ભેટો થયો ના હતો જેથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે

 

અજાણ્યા ઇસમોએ કારના કાચ તોડી નુકશાન કરતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જાનમાલની સુરક્ષા કોણ કરશે તેવા સવાલો પણ પ્રબુદ્ધ નાગરિકો પૂછી રહ્યા છે અને એક બાદ એક બની રહેલી ગુનાખોરીને અટકાવવા પોલીસ પાસે કોઈ એક્શન પ્લાન છે કે નહિ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.