મોરબીના જીવાપર (આમરણ) ગામે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

 

જય સિદ્ધનાથ શૈક્ષણિક સમિતિ જીવાપર દ્વારા જીવાપર (આમરણ) ગામના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રગટાવી ગામ ના સરપંચ ઉપ સરપંચ તથા સભ્યો અને નવ ગામ જ્ઞાતિ ના પ્રમુખે કાર્યક્રમનો પ્રારંભ કરાવામાં આવ્યો તેમાં ધોરણ 1 થી 12 અને કોલેજ સુધી એક થી ત્રણ નંબરમાં આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવામાં આવ્યા

 

જેમ કે વોટર બોટલ સ્કૂલબેગ પેન્સિલ અને સ્ટેશનરી આઈટમો આપવામાં આવી અને બહારથી પધારેલા મહેમાનોને અને ઈનામ આપેલ દાતા ઓ નું સન્માન કરવામાં આવ્યું સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું. જય સિધ્ધનાથ શૈક્ષણિક કમિટીના સભ્યો દ્વારા તથા જીવાપર પ્રાથમિક શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પધારો મહેમાન એવા લોકગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું જેવા કે વ્યસન મુક્તિ વૃક્ષ બચાવો તેના ઉપર સ્પીચ દેવામાં આવી અને તમામ ગ્રામજનોનું ફુલગૂજ આપી સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમ પૂરો થયા પછી નાસ્તાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો અને તમામ ગ્રામજનો અને બહારથી પધારેલા મહેમાનોએ લાભ લીધેલ હતો

 

Leave A Reply

Your email address will not be published.