ગોરખપુર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકીંગ કાર્યના કારણે પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે


પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઈનમાં નોન-ઈન્ટરલોકીંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝન થી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટથી ચાલશે. વિગતવાર માહિતી નીચે મુજબ છેઃ-
1. 24.04.2025, 25.04.2025, 01.05.2025 અને 02.05.2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસને તેના નિર્ધારિત રૂટ ગોરખપુર કેન્ટ-પનિયાહવા-નરકટિયાગંજ જં.-મુઝફ્ફરપુર ને બદલે ડાયવર્ટેડ રૂટ વાયા ગોરખપુર કેન્ટ-ભટની જં.-છપરા ગ્રામિણ-મુજફ્ફરપુર જં. થઈને ચાલશે.
2. 27.04.2025 અને 28.04.2025ની ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ મુઝફ્ફરપુર જં.-નરકટિયાગંજ જં.-પનિયાહવા-ગોરખપુર કેન્ટ ને બદલે ડાયવર્ટેડ રૂટ વાયા મુજફ્ફરપુરપ જં.-છપરા ગ્રામિણ-ભટની જં.-ગોરખપુર કેન્ટ થઈને ચાલશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, ઠહરાવ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને વેબસાઇટ http://www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.