મોરબીમાં મહિલાને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કરતા પોલીસ ધંધે લાગી, જાણો પછી શું થયું ?

 

મોરબી બી ડીવીઝન લગધીરગેટ ચોક પીસીઆર નંબર GJ-18-BW-2983 ને એક મહિલાનો કોલ મળ્યો હતો જેમાં તેને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કર્યો હતો જેથી પોલીસ ટીમ તુરંત કામે લાગી હતી અને મહિલા કોઈ અનિચ્છનીય પગલું ભરે તે પૂર્વે પહોંચી જઈને મહિલાનો જીવ બચાવી લીધો હતો

 

પોલીસ ટીમને કોલ મળતા તુરંત પીસીઆર રવાના કરી હતી અને કોલ લોકેશન વાળી જગ્યાએ પહોંચી હતી બાદમાં કોલરને કોલ કરતા ફોન ઉપાડતા ના હતા અને બાદમાં ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો મહિલાએ પોતાનું નામ અને સરનામું જણાવ્યું ના હતું જેથી પોલીસ ટીમે વિસ્તારમાં શોધખોળ શરુ કરી હતી અલગ અલગ મકાને જઈને તપાસ કરી છતાં કાઈ મળી આવ્યું ના હતું બાદમાં ગાંધીનગર કંટ્રોલમાં જાણ કરતા મહિલા સુસાઈડ કરે તે પૂર્વે શોધી કાઢવા સુચના મળી હતી જેથી ૪૦ મિનીટની શોધખોળ બાદ મહિલાનું મકાન શોધવામાં સફળતા મળી હતી અને મકાન ખોલવાનું કહેતા દરવાજો ખોલવા તૈયાર ના હતા

 

બારીમાંથી પોલીસે ઘરમાં નજર કરતા ખુરશી ઉપર ઉભેલા જોવા મળ્યા હતા જેથી મહિલા કોઈ પગલું ભરી લે તે પૂર્વે પોલીસે દરવાજો તોડીને આપઘાત કરતા બચાવ્યા હતા બનાવ અંગે ૧૮૧ ને કોલ કરતા તેઓ હળવદની વર્ઘીમાં રોકાયા હોવાનું જણાવ્યું હતું જેથી મહિલાને સમજાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ તેઓ સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે આવવા તૈયાર ના હતા બી ડીવીઝન પોલીસ મથકેથી મહિલા કર્મચારી બોલાવી તેના સગા સંબંધીને બોલાવવાની કાર્યવાહી કરી હતી અને આખરે સગા સંબંધીને સાથે રાખી મહિલાનું નિવેદન લઈને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા જે સમગ્ર કાર્યવાહી કરતા પોલીસ ટીમને એક કલાક અને ૫૮ મિનીટ જેટલો સમય લાગ્યો હતો પરંતુ પોલીસે તુરંત સર્તકતા દાખવી મહિલાનો જીવ બચાવી લીધો હતો

Leave A Reply

Your email address will not be published.