શેઠશ્રી પી. જી. પટેલ કૉલેજ  મોરબી ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન યોજાયું

 

 

ગુજરાત ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારાસંચાલિત શેઠશ્રી પી.જી. પટેલ કોલેજ મોરબી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી પી.જી. પટેલ કૉલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ નિમિત્તે તારીખ ૨૧-૦૨-૨૦૨૬ના રોજ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપપ્રાગટ્યથી થઈ હતી. ત્યાર બાદ કૉલેજના આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત અને પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ કાર્યક્રમના પ્રેરક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષડૉ. ભાગ્યેશ જહાનો ઓડિયો શુભેચ્છા સંદેશ સાંભળી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કવિ રામવારોતરિયા અને કવિ જનાર્દન દવેએ પોતાની સુંદર રચનાઓ વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે રસાસ્વાદ કરાવી હતી. અને પોતાની કાવ્ય રચનાઓ દ્વારા માતૃભાષાનું મહિમાગાન કર્યું હતું.

 

આ કાર્યક્રમમાં સંચાલક દ્વારા રસપ્રદ રીતે જોડી રાખ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં નગરમાંથી સાહિત્યપ્રેમીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના આચાર્ય રવિન્દ્ર ભટ્ટ,સંયોજક પૂનમ ફેફર તેમજ સમગ્ર સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થિઓનો ખૂબ મોટો ફાળો રહ્યો.

આમ કવિસંમેલન દ્વારા માતૃભાષા પ્રત્યેપ્રેમ, આદર અને સંવેદનાને વધુ મજબૂત બનાવવાનો સારો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.