



મોરબીના અમરેલી ગામની સીમમાં જાહેરમાં વરલીનો જુગાર રમતા એક શખ્સને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન અમરેલી ગામની સીમમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા જયેશભાઈ માણેકલાલ ત્રિવેદીને રોકડ રકમ રૂ.૩૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે