એસએમસીના ફરી એક વખત દરોડા, ગોડાઉનમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો

 

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ છેલ્લા ઘણા સમયથી મોરબી જીલ્લામાંથી ગુનાખોરીના અનેક કિસ્સાઓ સામે લાવીને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી છે ત્યારે ફરી એક વખત એસ એમ સી ની ટીમે મોરબીના શનાળા ગામ ની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ ભૂમિ ગોડાઉનમાંથી ૭૬ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

એસ એમ સી ની ટીમ પેટ્રોલીંગમાં  હોય દરમિયાન મોરબીના શકત શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ભૂમિ ગોડાઉનમાં દારૂનો ટ્રક પહોચ્યો હોય અને કટિંગ ચાલુ કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે દરોડા પાડીને ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૭,૫૧૪ કીમત રૂ.૭૬,૩૯,૦૯૨, વાહનો નંગ ૩ કીમત રૂ.૩૫,૩૦,૦૦૦, મોબાઈલ નંગ ૪ કીમત રૂ.૨૦,૦૦૦ અને રોકડ રકમ રૂ.૫૧૨૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૧૧,૯૪,૨૧૨ કબજે કરવામાં આવ્યો હતો તો  મુકેશભાઈ મહેન્દ્રકુમાર સીયાક, જસવંતસિંહ રામચંદ્ર ગોદારા, દિનેશભાઈ પ્રેમાંરામ ગુરુ અને પ્રવીણ ભગીરથરામ વરાડ બધા રહે-રાજસ્થાન ને ઝડપી પાડ્યા હતા.

તો અશોક પુનારામ પુવાર, કમલેશભાઈ હનુરામરામ રામ, મહેશભાઈ ચૌધરી,ટ્રેઇલર કેએ ૦૧ એએમ ૪૫૨૩ ના ડ્રાઈવર અને માલિક, અશોક લેલેન્ડ બદાદોસ્ત ગાડી જીજે ૦૭ ટીયુ ૫૧૩૧ ના માલિક અને દારૂનો જથ્થો મોકલનાર ની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો બનાવ અંગે એસએમસી દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં ગુનાખોરી વધી હોય તેમ લાગી રહ્યું છે અને તે ગુનાખોરીને ડામવા માટે સ્થાનિક પોલીસ નિષ્કિય સાબિત થઇ હોય એમ એસ એમ સી દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.