ગાંધી જયંતી નિમિતે સ્વચ્છતા એ જ સેવા સ્વચ્છતાના સ્લોગન-સુત્રોની ચિત્ર સ્પર્ધાનું આયોજન

 

વિષય :- 2જી- ઑકટોબર  “મહાત્મા ગાંધી જયંતિ” નાં અનુસંધાને  “સ્વચ્છતા એજ સેવા ”  સ્વચ્છતાં નાં  સ્લોગન -સૂત્રો ની ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવા બાબતે.

 

હેતું :- સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિક ની ફરજ છે, આપણે સૌ મળીને ભારત ને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા નો પ્રયાસ કરીએ. એ  અંગે લોકો માં જાગૃતિ લાવવા

 

મહે. શ્રી, સાહેબશ્રી, મેડમ શ્રી

જયભારત જય વિજ્ઞાન સહ ઉપરોક્ત વિષય સંદર્ભે  જણાવવા નું  કે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત  સરકાર) ગાંધીનગર” પ્રેરિત  “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં  “2 જી ઑકટોબર”  એટલે “મહાત્મા ગાંધી જયંતિ” નાં અનુસંધાને “સ્વચ્છતા એજ સેવા”  ચિત્ર -સ્લોગન સ્પર્ધા નું  આયોજન  કરવાં માં આવેલ છે

આ ચિત્ર સ્લોગન ની આ ચિત્ર સ્પર્ધા માં 2 × 1 ફુટ ની સાઈઝ નાં ડ્રોઈંગ સીટ (કોરાં કાગળ) માં મનપસંદ ચિત્ર દોરી તેમાં મનપસંદ કલર પુરો નીચે સુંદર અક્ષરો માં  કેટેગરી મુજબ આપેલ સ્લોગન લખો  સૌથી નીચે નામ, સ્કૂલ વિગત લખી  ફોટો પાડીને નીચે દર્શાવેલ ગમે તે એક  વૉટ્સેપ નંબર પર મોકલી આપો.

  • કેટેગરી-1 ધો-1, 2, 3, 4

○કે-1 “ચિત્ર સ્પર્ધા સુત્ર : સૌ ને નમસ્તે, કચરો ન ફેકો રસ્તે  ”

  • કેટેગરી-2 ધોરણ 5 ,6, 7 ,8

○ કે-2″ચિત્ર સ્પર્ધા સૂત્ર:-“આપ સૌ ને એક અરજ, સ્વચ્છતા સહિયારી ફરજ”

  • કેટેગરી -3 ધો:- 9, 10, 11, 12

○કે-3 ચિત્ર સ્પર્ધા સુત્ર:- “આવો ગંદકી નું કરીએ પતન, સૌ ના આરોગ્ય નું” કરીએ જતન

  • કેટેગરી-4 કૉલેજ નાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીશ્રીઓ

○ કે-4 ચિત્ર સ્પર્ધા સૂત્ર :- “સ્વચ્છતા નો દિપ પ્રગટાવીએ, ગંદકી નાં અંધકાર ને ભગાવીએ ”

આ  ચિત્ર સ્પર્ધા માં  ભાગ લેતાં બધાં જ  સ્પર્ધકોએ પોતે દોરેલાં  ચિત્ર નો ફૉટો પાડી નીચે આપેલ ગમે તે એક  વૉટસપ પર મોકલી આપો . તેને  રૂબરુ આવો ત્યારે  “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી   રુમ નં. 202  ખાતે રજુ કરવાં નાં રહેશે. બધાં જ સ્પર્ધકો ને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદ થયેલ ચિત્રો ને પ્રમાણપત્રો  સાથે સિલ્ડ આપવા માં આવશે  એન્ટ્રી છેલ્લી તારીખ 2/ 10/ 2024 સાંજ નાં 6=00 કલાક સુધી.  98249 12230 / 97279 86386

 

આ ચિત્ર સ્લોગન સ્પર્ધા ની જાણ આપનાં મિત્ર-સર્કલ, વિધાર્થીઓ તથા વાલીશ્રીઓ ને જરૂર કરશો.

 

આભાર સહ ધન્યવાદ

 

દિપેનભાઈ  ભટ્ટ

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર,ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નં. ૨૦૨ મોરબી

Leave A Reply

Your email address will not be published.