

મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર જવાના કાચા રસ્તે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને રૂ ૧.૩૪ લાખની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજી મંદિર જવાના કાચા રસ્તે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રોહિત કાન્તીભાઈ સરવૈયા, રફીક નુરમામદ જામ, ગોપાલ મોમ્ભાઈ બાબુથર, મહેશ સામંતભાઈ વીંઝવાડિયા, ભરત બાબુભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવિડન, સતીષ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા, સંજય ચંદુભાઈ પરેસા અને ગોપાલ લખાભાઈ જાદવ એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૧,૩૪,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે