આંદોલન પાર્ટ ૩ : ૩૬૫ ગામના ખેડૂતોના લેટરપેડ પર પરિપત્ર માન્ય નથી મુદે વિશાળ પદયાત્રા સાથે આવેદન

ખેડૂતો સાથે મહિલાઓ મોટી સંખ્યામાં ખેડૂતોને થતા અન્યાયના બેનરો સાથે જોડાઈ વિશાળ પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું

 

મોરબીના જેતપર ગામે વીજલાઈન વળતર મુદે ઉપવાસ આંદોલન પાર્ટ ૨ પૂર્ણ થયા બાદ સત્યાગ્રહ પાર્ટ ૩ આજથી શરુ કરવામાં આવ્યું હતું જેમાં ૩૬૫ ગામોના ખેડૂતોના લેટરપેડ સાથે સરકારના નવા પરિપત્ર માન્ય નથી મુદા સાથે વિશાળ પદયાત્રા યોજીને કલેકટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું પદયાત્રામાં મહિલાઓ અને ખેડૂતો હજારોની સંખ્યામાં જોડાયા હતા વિશાળ રેલી સ્વરૂપે પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી શરુ કરી સામાકાંઠા વિસ્તારમાં ફરીને કલેકટર કચેરી પહોંચી હતી

 

ગુજરાત ખેડૂત છાવણી જેતપર (મચ્છુ) દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના ઠરાવ ક્રમાંક ઇપીસીડી/ઈએલએ/ઈ ફાઈલ/૨૦/૨૦૨૩/૧૧૭૩/ક તા. ૪-૭-૨૬ થી ઈલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ અને ટેલીગ્રાફ એક્ટ ૧૮૮૫ ની જોગવાઈઓ પ્રત્યે પ્રસ્થાપિત થતી અને થયેલ ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગેનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત ખેડૂત છાવણીના ખેડૂતો દ્વારા વિરોધ કરીએ છીએ અને તેમાં સુધારા કરવા આવેદન પાઠવીએ છીએ

 

ગુજરાત ખેડૂત છાવણી દ્વારા જે ઉપરોક્ત સંદર્ભવાળા ઠરાવમાં સુધારાઓ કરાવવા માંગીએ છીએ તે તમામ સુધાર ઠરાવ આ સાથે સામેલ રાખેલ છે જે હકીકતો ધ્યાને લઈને તે મુજબનો ટેલીગ્રાફ એક્ટની કલમ ૧૦ (ડી) ની મેન્ડેટરી જોગવાઈ ઓછામાં ઓછું નુકશાન અને પૂરેપૂરું નુકશાનીનું વળતર મુજબ અમો ગુજરાત છાવણીના ખેડૂતો દ્વારા સૂચવેલ સુધારા થવા અરજ કરવામાં આવી છે ગુજરત ખેડૂત છાવણી ઠરાવનો વિરોધ કરે છે અને ખેડૂતોને પરિપત્ર માન્ય નથી જેથી જ્યાં સુધી સુધારા ના થાય ત્યાં સુધી ઠરાવની અમલવારી નહિ કરવા માંગ કરી છે

 

૩૬૫ ગ્રામ પંચાયતના લેટરપેડ સાથે પરિપત્ર માન્ય નથી તેવી રજૂઆત : નેહુલ અમૃતિયા

 

ખેડૂત સમિતિ સભ્ય નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતો પરિપત્રના વિરોધમાં છે રાજ્યના ૩૬૫ ગામોના પંચાયતના લેટરપેડ પર પરિપત્ર અમાન્ય છે તે જોડીને આજે જીલ્લા કલેકટરને આવેદન આપ્યું છે બે દિવસ મીટીંગમાં તમામ જીલ્લાના ખેડૂતોના મુદાઓ લેવામાં આવ્યા હતા અને તે બધાને આવરી લઈને આજે માંગણી તૈયાર કરી આવેદન આપવામાં આવ્યું છે સરકાર માંગ નહિ સ્વીકારે તો દરેક ખેડૂતોને બોલાવી આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે

 

૨૫ હજારથી વધુ ખેડૂતો-મહિલાઓ સાથે પદયાત્રા યોજી આવેદન : નિકેત પંચાસરા

 

ખેડૂત સમિતિના સભ્ય નિકેત પંચાસરાએ જણાવ્યું હતું કે સરકારનો પરિપત્ર ખેડૂતોને માન્ય નથી તે બાબતે લેખિત આવેદન આપ્યું છે ૩૬૫ ગામના ખેડૂતોને માન્ય નથી ગત રાત્રી સુધીમાં ૩૬૫ ગ્રામ પંચાયતના લેટર પેડ મળ્યા છે હજુ પણ મળી રહ્યા છે જે આગામી રજૂઆતમાં જોડી દેવાશે આજે ૨૫ થી ૩૦ હજાર ખેડૂતો અને મહિલાઓ પદયાત્રામાં જોડાઈ આવેદન આપ્યું હતું

 

તંત્રને રજૂઆત કરી છે માંગણીઓ સ્વીકારે કે નહિ તેની રાહ જોશું : મિત્તલ કંડિયા

 

મહિલા સમિતિ સભ્ય મિતલ કંડિયાએ જણાવ્યું હતું કે નવો પરિપત્ર ગુજરાતના ખેડૂતોને માન્ય નથી આજે ગણી ના સકાય તેટલી સંખ્યામાં ખેડૂતો પદયાત્રામાં જોડાયા હતા મોટી જનમેદની સરકારના પરિપત્રના વિરોધમાં આજે ઉપસ્થિત હતા તંત્ર શું જવાબ આપે છે, માંગણીઓ સ્વીકારે છે કે નહિ તેની રાહ જોશું

 

ખેડૂતોની માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે, માર્કેટ રેટ કમિટી સહિતની કામગીરી ચાલુ : જીલ્લા કલેકટર

 

જેતપર ગામના ખેડૂતોની માંગણીઓ અંગે સંવેદના દાખવી સરકારે પરિપત્ર કર્યો છે જેમાં વિવિધ માંગણીઓનો સમાવેશ થાય છે માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરી ખેડૂત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ભાવ ૨૦૦ ટકા અને ગ્રામ્યમાં ૩૦ ટકા જોગવાઈ કરી છે વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આજે ખેડૂતોએ આવેદન આપી અન્ય માંગણીઓ કરવામાં આવી છે જે સરકાર સુધી પહોંચાડીશું, સરકારી પરિપત્ર ખેડૂતોના હિતમાં છે માર્કેટ રેટ કમિટી પ્રમાણે કામગીરી શરુ કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો ઝડપથી તેના પ્રતિનિધિઓની નિમણુક કરે જેથી સમયસર વળતર મળી સકે તેમજ અગાઉ વળતર મળી ગયું હોય તેને પણ વધારાનું વળતર આપવાની જોગવાઈ છે સરકારના જીઆર પ્રમાણે માર્કેટ રેટ કમિટી ભાવ નક્કી થયા બાદ થાંભલા નાખવાની કામગીરી થશે કંપની સાથે બેઠક કરી છે અને વેલ્યુઅર નિમણુક કરવા સુચના આપી છે અને ખેડૂતોને ૧૦૦ ટકા વળતર મળ્યા બાદ જ કામગીરી કરવા અંગે સુચના આપવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.