મોરબીની ફૂડ શાખા દ્વારા ૬૭ પેઢીઓમાં નિરીક્ષણ, અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો

 

મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની 67  પેઢીઓમાં નિરીક્ષણ કર્યું જેમાં નવલખી રોડ, શક્તિ ચોક, વાવડી રોડ અને મોરબી વાંકાનેર હાઇવે પર ખાદ્ય પદાર્થની તપાસની કામગીરી કરેલ જે અન્વયે નીચે મુજબની પેઢીમાં તપાસ દરમિયાન બેદરકારી ધરાવનાર વેપારીઓને નોટિસ પાઠવી અને નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

નવલખી રોડ પર આવેલ પશુપતિનાથ ચાઈનીજમાંથી આસરે 3 KG વાસી નૂડલ્સ, ફૂડ કલર,5 KG મંચુરિયન અને 2 KGવાસી ભાત અને 10kg ફુગ વાડા કોબીજ નો નાશ કરવામાં આવ્યો તથા જગ્યા પર અનહાઈજેનિક સ્થિતી જોવા મળેલ  હોવાથી પેઢીને green notice ફટકારી છે. જેલ રોડ પર આવેલ ભગવતી ફરસાણ માંથી 3 પેકેટ વાસી રસગુલ્લા નો સ્થળ પર નાશ કરવામાં આવેલ. વાવડી રોડ પર આવેલ મોમાઈ ફાસ્ટફૂડ માંથી આસરે 4kg જેટલા મંચુરિયન ,2 kg જેટલા વાસી ભાત અને 1 KG જેટલો વાસી લોટ ,ફૂગ વાડી બ્રેડ અને 1 KG જેટલી ગ્રેવી નો સ્થળ પર નાશ કરવામાં આવેલ

આ સાથે ફૂડશાખાની ટીમ દ્વારા અખાદ્ય ખોરાકનો આસરે ટોટલ 28 KG જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. અને જે પણ પેઢીઓમાં ફૂડ લાઈસન્સ ન હોય અને અનહાઈજેનિક સ્થિતી જોવા મળેલ તે તમામ પેઢીઓને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.