વાંકાનેરના વિઠ્ઠલપર ગામેથી ૧૧ લાખથી વધુની ચોરી, ૫.૩૧ લાખનું નુકશાન કર્યું

 

વિઠ્ઠલપર ગામે આવેલ એનર્જી કંપનીની સાઈટ પરથી અજાણ્યા ચોર ઇસમોએ એલ્યુમીનીયમ વાયર સહિતના સાધનો મળીને રૂ ૧૧ લાખથી વધુની ચોરી કરી હતી તેમજ અગલા દિવસે એલ્યુમીનીયમ વાયરને કાપી કટકા કરી રૂ ૫.૩૧ લાખનું નુકશાન કર્યું હતુ

 

રાજકોટની રાધા રેસીડેન્સીમાં રહેતા જયેશભાઈ મધુભાઈ સાંજવાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ઓપેરા એનર્જી પ્રા. લી. કંપનીમાં એડી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને કંપની એ ક્લીન મેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન્સ લી કંપનીમાં પેટા કોન્ટ્રાકટ રાખી સોલાર વિન્ડથી વિદ્યુત ઉત્પાદન કામ વાંકાનેર તાલુકામાં કરી રહી છે વીજ પરિવહન માટે વઘાસીયાથી સમઠેરવા સુધી લાઈન નાખવાનું કામ ચાલુ છે તે એલ્યુમીનીયમ વાયર (કંડકટર) ની તા. ૦૨૦૧૨૦૨૫ ના રોજ ૮૫૦ મીટર કીમત રૂ ૨,૫૫,૦૦૦ અને તા. ૧૦-૧૨-૨૫ ના રોજ ૧૧૫૦ મીટર કીમત રૂ ૩,૪૫,૦૦૦ તેમજ તા. ૨૩-૧૨-૨૫ ના રોજ ૫૦૦ મીટર કીમત રૂ ૧,૫૦,૦૦૦ અને તા. ૧૩-૦૧-૨૬ ના રોજ ૪૨૦ મીટર કીમત રૂ ૧,૨૬,૦૦૦ અને તા. ૧૬-૦૨-૨૬ ના રોજ ૭૬૦ મીટર કીમત રૂ ૨,૨૮,૦૦૦ મળી કુલ ૩૬૮૦ મીટર વાયર એક મીટરના ૮૦૦ ગ્રામ વજન લેખે કુલ ૩૦૦૦ કિલોગ્રામ વજન કીમત રૂ ૧૧,૦૪,૦૦૦ ચોરી કરી લઇ ગયા હતા

 

તેમજ તા. ૨૦-૦૧-૨૬ ના અગલા દિવસે સટીગીંગ (તાર ખેંચેલ) કરેલ ૩૩ કેવી wind T/L line conductor ૧૭૭૦ મીટર કીમત રૂ ૫,૩૧,૦૦૦ કાપી કટકા કરીને નુકશાન કરી તારના કટકા મૂકી નાસી ગયા હતા વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.