


મોરબી-૨ ભડીયાદ રોડ પર આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે જાહેર રોડ પર વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમાડતા એક યુવકને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.
પોલીસે ઘટનાસ્થળેથી વરલી ફીચરના આંકડા લખેલી ડાયરી, બોલપેન તથા રોકડા રૂપિયા ૧,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને સો-ઓરડી મેઇન રોડ પર સાગર પાનની બાજુમાં મોરબી-૨ ખાતે રહેતા ૨૧ વર્ષીય રોહિતભાઇ મહેશભાઇ વારેવણીયા નામના આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.