

મોરબી તાલુકા પોલીસે અલગ અલગ સ્થળે તપાસ દરમિયાન કારખાનામાં પરપ્રાંતીય મજુરોની વિગતો પોલીસ સ્ટેશન ખાતે જમા નહિ કરાવનાર ૯ શખ્સો સામે જાહેરનામાં ભંગ બદલ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન પ્રથમ બનાવમાં રફાળેશ્વર ગામે વરૂડી એસ્ટેટમાં વેલકમ પોલીપ્લાસ્ટ કારખાનામાં પરપ્રાંતીય મજુરોને મજુરી કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા નહિ કરાવતા વિજયભાઈ પ્રેમજીભાઈ ભાડજા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બીજા બનાવમાં વરૂડી એસ્ટેટમાં નેરો ફેબ્રિક કારખાનામાં બહારના મજુરોને કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા નહિ કરાવતા તેજસભાઈ દુર્લભજીભાઈ કડીવાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ત્રીજા બનાવમાં વરૂડી એસ્ટેટ સીવાલીક બાથવેર કારખાનામાં બહારના મજુરોને કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશને જમા નહી કરાવતા કેતનભાઈ વલ્લભભાઈ દેસાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ચોથા બનાવમાં બેલા ગામે લોટસ હોટલ પાછળ ફાઈન પેલેટ કારખાનામાં બહારના મજુરોને કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા નહિ કરાવતા યશભાઈ વિનોદભાઈ ધોડાસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પાંચમા બનાવમાં પીપળી ગામની સીમમાં સ્ટીડ બીલ્ડકોન ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉનમાં બહારના મજુરોને કામે રાખી પોલીસ સ્ટેશનમાં માહિતી ના અપાતા અતુલભાઈ છગનભાઈ સરડવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો પીપળી ગામની સીમમાં કૃપા પ્લાસ્ટિક ગોડાઉનમાં બહારના મજુરોને કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશને નહિ આપતા મુકેશભાઈ પરસોતમભાઈ કૈલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ સાતમાં બનાવમાં રફાળેશ્વર ગામે વરૂડી ચેમ્બર પાછળ શિવાય ટેકનો બાથમાં બહારના મજુરોને કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશને નહિ આપતા રાહુલભાઈ લાલજીભાઈ ગોધવાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આઠમા બનાવમાં રફાળેશ્વર વરૂડી ચેમ્બર પાછળ સત્ય ટેકનો પ્લાસ્ટિક યુનિટમાં બહારના મજુરોને કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશનમાં નહિ અપાતા પ્રફુલભાઈ ભૂપતભાઈ બોડા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તથા નવામાં બનાવમાં રફાળેશ્વર ગામે વરૂડી ચેમ્બર પાછળ સોહમ પોલીમર્સ યુનિટમાં બહારના મજુરોને કામે રાખી તેની માહિતી પોલીસ સ્ટેશનમાં નહિ આપતા ગણેશભાઈ વિરજીભાઈ બોડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી જીલ્લામાં એસ એમ સી ના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઊંધ ઉડી છે અને ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો ગોડાઉન ચેકિંગ, મજૂરોની નોંધણી સહિતની કામગીરી પાછળ લાગી છે.એસ એમ સી ટીમના સતત દરોડાને પગલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે આવી છે અને સ્થાનિક પોલીસ જાહેરનામાં ભંગના ગુના નોંધી તપાસનો ધમધમાટ કરતી હોવાના ગુણગાન ગઈ રહી છે