મોરબી : સ્ટોન ક્રશરમાં ખનીજ ટીમની કાર્યવાહી અંગે રાકેશ અમૃતિયાએ આપી તીખી પ્રતિક્રિયા

 

મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર ખાતે ખનીજ અને પીજીવીસીએલ ટીમે તપાસ કરી હતી જે તપાસ બાદ રાકેશ અમૃતિયા (કારાભાઈ)એ તીખી પ્રતિક્રિયા અપાઈ સરકાર સામે અવાજ ઉઠાવ્યો એટલે દબાવવાનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું

 

કાળુભાઈ અમૃતિયાએ પ્રતિક્રિયા અપાતા જણાવ્યું હતું કે ખાણ ખનીજ ટીમ આવી ત્યારે તેઓ બહાર હતા બાદમાં અધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેઓ ક્યારેય કોઈ સરકારી બાબતોમાં ખોટું કરતા નથી અને કરવા માંગતા પણ નથી રોયલ્ટીના કાયમી રૂ ૫ લાખથી વધુ એડવાન્સ જમા હોય છે અધિકારીઓને જે તપાસ કરવી હોય તે કરી લે તેમનું કામ સંપૂર્ણપણે કાયદેસર છે તેમજ જો કોઈ વ્યક્તિ એવું સાબિત કરી દે કે કોઈ પાસેથી રૂ ૫૦૦ માંગ્યા હોય કે કોઈનું ખોટું કર્યું હોય તો મારા બાપ દાદાની તમામ મિલકત આપી દેવા તૈયાર હોવાનો પડકાર ફેંક્યો હતો

 

કાળુભાઈ અમૃતિયાને સરકાર અને કલેકટર વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ રેડ કરવામાં આવી છે તેવો મીડીયાએ સવાલ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર વિરુદ્ધ બોલો એટલે તમને દબાવવા અને જેલમાં પુરવાના પ્રયાસો તો થશે જ પરંતુ સરકાર અને અધિકારીઓને જે કરવું હોય તે કરી લે કારૂભાઇ કોઈનાથી ડરતા નથી અને આંદોલનને તોડવા ગમે તેટલા પ્રયાસો કરવામાં આવે પરંતુ આંદોલન તૂટશે નહિ તેમ પણ જણાવ્યું હતું

 

Leave A Reply

Your email address will not be published.