વાંકાનેરના વીડી જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ ઈસમો રૂ ૧.૦૫ લાખની રોકડ સાથે ઝડપાયા

 

વીડી જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે રૂ ૧.૦૫ લાખની રોકડ રકમ સાથે ઝડપી લઈને જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીડી જાંબુડિયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડી પાસે જાહેરમાં જુગાર રમતા વિશાલ રાણાભાઇ કાંજીયા, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા, દસરથભાઈ દિનેશભાઈ કાંજીયા રહે ચારેય વીડી જાંબુડિયા અને હમીર હીરાભાઈ ગમારા રહે પલાસ તા. વાંકાનેર એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧,૦૫,૦૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.