


બનાવની મળતી વિગત અનુસાર મોરબીના મામલતદાર મગનભાઈ કૈલાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી પુનાબેન ચૌડા,પુડિયા,પરમજી નથુ,વજુ ઓળક,દેવસિંહ આલાભાઇ પરમાર,ભૂપત બચું પુંડિયા,રામ ગમાર,લાખા ગમારા,સુરેશ દેવસિંહ ચાવડા,સુરેશ પાટડિયા,રાધા ગમારા,મણીપત વજુ,બળવંત નાથુભાઈ એ ૧૪ શખ્સોએ મોરબી તાલુકાના મકનસર ગામે સરકારી જમીન સર્વે નં-૧૩૩ ખેતીવાદીસર્કારની જાણ બહાર સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર મંડળી રચી પ્લોટ પચાવી તેનું ગેરકાયદેસર વેચાણ કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોધાવી છે.મોરબી તાલુકા પોલીસે તતમામ આયોજકો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ ચલાવી છે.

