મોરબી પોલીસના એ.એસ.આઈ. ક્રિષ્નાબેન ગરૈયાએ ડી.જી. કપમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા

સાબર સ્ટેડિયમ હિંમતનગરના સિન્થેટિક ગ્રાઉન્ડ પર યોજાયેલ ‘ડી.જી.પી. કપ એથલેટિક્સ ટુર્નામેન્ટ – ૨૦૨૬’ માં મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એ.એસ.આઈ. ક્રિષ્નાબેન એસ. ગરૈયાએ ધમાકેદાર પ્રદર્શન કરી મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે.

આ એથલેટિક્સ સ્પર્ધામાં ક્રિષ્નાબેન ગરૈયાએ પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય દાખવતા ૨૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક મેળવ્યો હતો. આ ઉપરાંત ૧૦૦ મીટર દોડમાં રજત પદક તથા બોર્ડર રેન્જની ૪×૧૦૦ મીટર રીલે રેસ ટીમના સભ્ય તરીકે પણ રજત પદક જીતીને કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા હતા.

તેમની આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ સાબરકાંઠા એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવતા ક્રિષ્નાબેને આ સફળતાથી સમગ્ર આહિર સમાજ તથા પોલીસ પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા મળેલા પ્રોત્સાહન બદલ તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.